STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

તોય ગમે

તોય ગમે

1 min
486

કઈક આવી થાય પણ તોય ગમે

કઈક દિલ દુખે પણ તોય ગમે


રાત યાદોમાં વિતે પણ તોય ગમે

આંખોથી આંસુ છલકે પણ તોય ગમે


શમણાં મનમાં ઝૂલે પણ તોય ગમે

શબ્દો મનથી સળગે પણ તોય ગમે


ખરતાં તારા કઈક આમ ખરે પણ તોય ગમે

મનથી મન ના મળે પણ તોય ગમે


તારી તસવીર ના મળે પણ તોય ગમે

તું નજરે ના ચડે પણ તોય ગમે


તારું નામ ના જડે પણ તોય ગમે

તારું કામ ના પડે પણ તોય ગમે


મને તું ના મળે પણ તોય ગમે

મારું જીવન આમ જ ચાલે પણ તોય ગમે


Rate this content
Log in

Similar gujarati poem from Romance