STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

4  

Chaitanya Joshi

Inspirational

તોય ઘણું...!

તોય ઘણું...!

1 min
26.7K


એકાદ ચહેરા પર હાસ્યરેખા લાવી શકું તોય ઘણું!

એકાદ માનવીની વેદનાને હું ભૂલાવી શકું તોય ઘણું !


શક્ય છે હરવખ્ત સફળતા કદમોને ન પણ ચૂમતી,

નિષ્ફળતાની નિરાશાને દૂર હટાવી શકું તોય ઘણું!


સાવ આમજનની જિંદગી મને કદીએ મંજૂર નથી,

મૂઠી ઊંચેરાં મારાં કદમોને ચલાવી શકું તોય ઘણું!


મારી સરળતાને છોને દુનિયા નિર્બળતા ગણાવતી,

આવીને આવી છેવટ લગી ટકાવી શકું તોય ઘણું!


હરશખ્સ મને જગતમાં પયગંબર સમો ભાસતો,

બની આમ્રવૃક્ષ એને ફળ ચખાડી શકું તોય ઘણું!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational