STORYMIRROR

bina joshi

Romance

4  

bina joshi

Romance

તો સારૂં

તો સારૂં

1 min
408

લાગણીની ઉર્મી ખુટે નહીં તો સારૂં, 

ઈચ્છાઓ મનની તુટે નહીં તો સારૂં. 


પોતાનાં અસ્તિત્વને કેટલું બદલવું, 

સપનાઓ મારા છુટે નહીં તો સારૂં. 


નાવડી અધવચ્ચે જઈ પહોંચી છે,

જળનો પ્રવાહ ઘટે નહીં તો સારૂં. 


નિર્મળ જળનું પ્રતિબિંબ અકળ છે, 

સપનું ક્યાંક ઉડી ન જાય તો સારૂં. 


કદાચ કોઈના દુઃખ દુર ન કરી શકું, 

કોઈના ચહેરે ખુશી લાવું તો સારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance