તણખલા નો સંદેશ.
તણખલા નો સંદેશ.
વૃક્ષે માર્યો ટોણો તણખલાને કંઇક આમ
હું મોટું તું નાનું મારી ડાળી ઓ વિકસી ચારેકોર
હું લોકો ને ફળ ફૂલ આપુ આપુ છાયડો તમામ
માલઢોર માટે હું ખોરાક બનું
મુસાફિર માટે બનું આરામ નું સ્થળ
તું તો નાનું તણખલું શું આવે લોકો ને કામ ?
આવ્યું વાવાઝોડું ને અક્કડ વૃક્ષ પડી ગયું
તણખલું સહેજ નમી ગયું તેથી સૌને ગમી ગયું
તોફાનો વચ્ચે પણ પોતાનું અસ્તિત્વ ટકાવી ગયું
અભિમાન ના કરવું અક્કડ ના રહેવું
નમ્રતાથી જીતી શકાય સૌના દિલ,
એ શીખવી ગયું
નાનું તણખલું સળગ્યું ને જંગલને બાળી ગયું
ના સમજો નાના ને નાના તેની તાકાત છે અણમોલ
ટીપુ ટીપુ થઈ તોડે આ પથ્થરની ધાર
પ્રેમ અને નમ્રતાથી મળશે સફળતા ધરાર
