તને યાદ છે
તને યાદ છે
વરસતા વરસાદે
હાથોમાં હાથ લઈને ફરતાં હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?
વરસતા વરસાદે નદી કાંઠે રેત પર ચાલતાં હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?
વરસતા વરસાદે દિલ ખોલી દિલની વાત કરતાં હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?
વરસતા વરસાદે મિલન ટાણે મોરપીંછ આપતાં હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?
વરસતા વરસાદે પ્રેમથી ભીંજાતા હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?
વરસતા વરસાદે "સખી"ની ગઝલો વાંચી રડતાં હતાં,
એ મને યાદ છે,
શું તને યાદ છે ?

