STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તને સાથ આપીશ

તને સાથ આપીશ

1 min
195

ચાંદ બની તારી રાહ રોશન કરવા માગું છું.

અગર ના બની શકું ચાંદ તો દીપક બનીને પણ તને સાથ આપીશ.

આનંદનો મહાસાગર બની ભિંજવવી છે

તારા હૃદયની વિરાન ધરા ને


અગર ના બની શકું મહાસાગર તો ઝરણું બનીને પણ તને સાથ આપીશ.

સુખની વસંત બનીને તારા હૃદયના બાગને હરિયાળો બનાવવો છે.

અગર ના બની શકું વસંત તો એક મહેકતું ફૂલ બની ને

પણ તને સાથ આપીશ.

જીવનની કાંટાળી ડગર પર સાથ આપીશ હમસફર બની.


અગર ના બની શકું હમસફર તો સાથ આપીશ તને દુઆ બની.

ચાહું છું વાદળી બની પ્રેમની વર્ષાથી ભીંજવું તને

ના બની શકું વાદળી તો બુંદ બનીને પણ તને સાથ આપીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance