તમે સામે જોયું ને
તમે સામે જોયું ને
તમે સામે જોયું ને હું ઘાયલ થઈ ગયો,
તમે ફરી જોયુંં તો હું તમારો થઈ ગયો,
તમે આગળ જોયુંં તો હું એકલો રહી ગયો,
તમે પાછળ જોયુંં તો હું પ્રેમી થઈ ગયો,
તમે મનને જોયું તો હું મોહિત થઈ ગયો,
તમે સ્વભાવને જોયો તો હું સાકાર થઈ ગયો,
તમે મળીને જોયુંં તો હું મિલનસાર થઈ ગયો,
તમે સમજીને જોયુંં તો તમારામાં સમાઈ ગયો.

