તમે નહિ તમારી યાદી
તમે નહિ તમારી યાદી
તમે નહિ તમારી યાદ માંગુ છું
યાદમાં રહેલી એક વાત માંગુ છું
તમારી પાસે ફૂલો નહિ
ફૂલોની ખુશ્બુ માંગુ છું
તમારી પાસે સ્મિત નહિ
અને તમારું મિત માંગુ છું
તમારી પાસે દરિયો નહિ
ખાલી પાણીનું ટીપુ માંગુ છું
તમારી પાસે પ્રેમ નહિ
પ્રેમનું પ્રતિક માંગુ છું
તમારી પાસે ગઝલ નહિ
ગઝલના બિંદુ માંગુ છું
તમારી પાસે મિત્રતા નહિ
મિત્રતાનો હાથ માંગુ છું
તમે નહિ તમારી યાદ માંગુ છું
યાદમાં રહેલી એક વાત માંગુ છું