Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

તમારો બની ગયો

તમારો બની ગયો

1 min
349

તમને જોઈને હું તો દિવાનો બની ગયો,

તમારી નજરોથી હું ઘાયલ બની ગયો;

તમારા મિલન માટે આતુર થયો વાલમ,

હું તો હમેશા માટે તમારો બની ગયો.

સૂના મારા જીવનમાં ઉજાસ ફેલાઈ ગયો,

અંધારી રાતમાં પૂનમનો ચંદ્ર ખીલી ગયો;

તમારો પ્રેમ મેળવવા તરસ્યો થયો વાલમ,

હું તો હમેશા માટે તમારો બની ગયો.

તમારી સુંદરતાથી હું ખૂબ અંજાઈ ગયો,

મનનો મયૂર મારો મધુર ટહૂંકો કરી ગયો;

દિલ મારૂં ત્ ત્ થેઈ નાચી રહ્યું છે વાલમ,

હું તો હમેશા માટે તમારો બની ગયો.

તમારા પ્રેમના ધોધમાં હું ભીંજાઈ ગયો,

વિરહની આ આગમાં શિતળ બની ગયો;

"મુરલી"ને દિલમાં સમાવીલો ઓ વાલમ,

હું તો હમેશા માટે તમારો બની ગયો.

Rate this content
Log in

Similar gujarati poem from Romance