STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તક મહેરબાન થઈ ગઈ

તક મહેરબાન થઈ ગઈ

1 min
333

પરિશ્રમ અને પ્રારબ્ધની મુલાકાત થઈ ગઈ એકી સાથે,

અને તક મહેરબાન થઈ ગઈ મારા સાથે,


રેતીમાંથી સરી જતી હતી તક જલ્દી,

એટલે જ પરિશ્રમની ચીકણી માટી પાથરી દીધી અમે,


પ્રારબ્ધ ને પુરુષાર્થની દોસ્તી છે અતૂટ,

એટલે જ અમે તો પુરુષાર્થની દોસ્તીની સીમા વધારી દીધી અમે,


આંગણે મહેમાન બનેલી તકની,

સારી મહેમાનગતિ કરી અમે,

તકને રોકાવા મજબૂર કરી અમે,


દુઃખોના પોટલાંને દરીયામાં ફેંકી,

સુખના આગમનને આવકારો આપી દીધો અમે,


અંદર પડેલા ડરને વિદાય આપી અમે,

સમય પ્રમાણે મિજાજ બદલતા રહ્યા,

પ્રવાહીની જેમ વહેતા રહ્યા,

બરફની જેમ પીગળતા રહ્યા,

એટલે જ હીરા મોતીની જેમ ચમકતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational