Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational

3  

Sheetal Bhatiya

Inspirational

થનગનતું યૌવન

થનગનતું યૌવન

1 min
160


સંજોગો સામે લડી લે,

આંસુ પી ને સ્મિતને જડી લે !

એને દુનિયાનો ન હોય કોઈ ડર,

સંઘર્ષ સાગરે તરતાં શીખી,

લે એવો એનો કર !

આ તો છે થનગનતું યૌવન !


નસીબનો ગ્રહ નડી શકતો નથી એને ક્યારેય,

પુરુષાર્થથી ભાગ્યના ચક્રોયે ફેરવી લે ત્યારેય !

સમય એને ન રોકી શકે એવી એની ગતિ,

સ્વેચ્છાએ કરી લે પરિવર્તન એવી એની મતિ !

આ તો છે થનગનતું યૌવન !


સમીપ હોય નિત્ય મહાપુરુષોના આદર્શની વાણી,

લે ગૌરવ 'સ્વ'નું દેશની સંસ્કૃતિની કહાણી જાણી !

અન્યાય જોતાં જ એના લોચન લાલ થઈ જાય,

લાચારી-લઘુતાથી એનો મેળ કદી ન થાય!

આ તો છે થનગનતું યૌવન !


મનન, ચિંતન કરીને જીવનદિશાનું કરે સંશોધન,

વિસર્જન થાય જ્યાંથી કરી લે,

નવું સર્જન એવું મનોમંથન !

ક્યારેય એને ન હોય ફૂરસદ એના કાર્ય-કામથી,

છતાંયે થોડી પળે કરી લે એ પ્રીત રાધે-શ્યામથી !

આ તો છે થનગનતું યૌવન !


કોઈ કહે આમ ને કોઈ કહે તેમ,

'ઈશ્ક' કરી લે સાચા દિલથી રહે એ તો હેમખેમ !

સર્વ સપનાઓને સમેટી એ તો સર કરી લે,

'સ્વપ્નીલ' થઈ અત્યંત પ્રેમે બાહુપાશમાં ભરી લે!

આ તો છે થનગનતું યૌવન !

     

 આ તો છે આદિથી અંત સુધીનું,

'યુવાવૃત્તિ'નું થનગનતું યૌવન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational