STORYMIRROR

urvashi trivedi

Inspirational

3  

urvashi trivedi

Inspirational

થાય છે

થાય છે

1 min
30

ઈશ્વર તારી ખાતાવહીમાં જબરો ગોટાળો છે,

અમીરોને ધિરાણ ધરાય છે વસૂલી ગરીબો થકી થાય છે.


સત્કર્મોથી જેનો નાતો તો નથી એવા જીવોને,

રાખમાંથી ઊઠીને સીધા સ્વર્ગમાં જવાની ખેવના થાય છે.


જળ દોષિત સાબિત શી રીતે થાય?

તરનારા ડૂબી જાય ને લાશ કિનારા ભેગી થાય છે.


એકબીજાને ભેટતા ભેટતા બંધ થતા કમાડો,

દરવાજો બની જતા એકલાઅટૂલા બંધ થાય છે.


ટકતા,

અટકતા અને છટકતા આવડી જાય તો,

લટકવાના દિવસો દૂર થાય છે.


ખુટેલા શ્વાસે ઈચ્છાઓ બાકી રહે તો મોત થાય છે,

ખૂટેલી ઈચ્છા એ શ્વાસ બાકી રહે તો મોક્ષ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational