STORYMIRROR

Sarjak Gautam Parmar

Inspirational

2  

Sarjak Gautam Parmar

Inspirational

થાય છે હવે

થાય છે હવે

1 min
2.3K


દુનિયા અધર્મને જ શરણ થાય છે હવે.
કોને ખબર કે કોનું મરણ થાય છે હવે?

તું માણસાઈ તો બધી ભૂલી ગયો અહીં,
કોનું રહી રહીને સ્મરણ થાય છે હવે?

છેદીને નાભિ માત આ રાવણને કોણ દે?
જ્યાં રામ હસ્તે સીતા હરણ થાય છે હવે. 

મૃગજળ બની હૃદયમાં રહે છે બધા અહીં,
કે એટલે જ સૂકું ત્યાં રણ થાય છે હવે. 

ઈશ્વરની સંગ જંગ છેડે મિત્રતા થકી,
સર્જક એવા ક્યાં મિત્ર કરણ થાય છે હવે?

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational