તે દિવાળી
તે દિવાળી
ઘોર અંધારને ઉલેચી પથરાય પ્રકાશ નવતર તે દિવાળી,
રંગોની રંગોળી જેમ જે ચીતરાય નૂતન જીવતર તે દિવાળી,
અણમોલ પ્રકાશપર્વ સૌને સરખો આનંદ ઉલ્લાસ આવે,
વીતી ગઈ છે પળેપળ નવી અશાઓથી તરબતર તે દિવાળી,
આદિ અનાદિ કાળથી આંગન આંગન ઝગમગ થાય છે દીવડા,
રોશનીના ફૂવારા ઊડાડી રૂમઝૂમ આવે નિરંતર તે દિવાળી,
હળવા મળવાનો આનંદ આનંદ કેવો રૂડો હૈયે હૈયે હોય છે !
માનવીના દિલમાં જો થાય ઝળહળ સદંતર તે દિવાળી,
વનઉપવન હર ઘર અજવાળાનો ઝગમગ છે પયગામ,
અંધારાં ઉલેચી દિલમાં કરે જે દીવાનું જડતર તે દિવાળી.
