તે આવી રહ્યું છે
તે આવી રહ્યું છે
કયારેય જો દસ્તક મળે તને હૈયાના હાટમાં;
તો સાંભળી લેજે તું શ્વાસે શ્વાસ એ જ ઘટમાં;
કારણ કે જેની પ્રતીક્ષા હતી તે આવી રહ્યું છે.
ક્યારેય જો મસ્તક ઝુકી જાય માનમાં;
તો આશિષ મેળવી લેજે રહી ભાનમાં;
કારણ કે જેની મનોકામના હતી તે આવી રહ્યું છે.
કયારેય જો છલકી પડે તારી પાંપણમાં;
તો સાચવી લેજે એને મોટી થાપણમાં;
કારણ કે જેની માનતા હતી તે આવી રહ્યું છે.
કયારેય જો મનડું નાચી ઉઠે તાનમાં;
તો નાચી લેજે પાયલ પહેરી ગુમાનમાં;
કારણ કે જેનું ઝનૂન હતું તે આવી રહ્યું છે.
કયારેય જો વારંવાર સ્મરણ થઇ જાય જપમાળામાં;
તો રટી લેજે હૃદયથી, તને મળી જશે પરવાળામાં;
કારણ કે જેનું ઋણાનુબંધન હતું તે આવી રહ્યું છે.
