STORYMIRROR

Tirth Soni "Bandgi"

Inspirational Others

3  

Tirth Soni "Bandgi"

Inspirational Others

તારી વિદાય

તારી વિદાય

1 min
206

વૈશાખી ગ્રીષ્મ ઋતુની,

શુષ્ક ધરા સળગાવતી બપોર હતી,


તોય પ્રણય શિયાળાની,

પો' તણી અત્યંત શીતળ ઠંડક હતી,


વિના વરસાદ વરસ્યે,

ભીની ભોમ તણી મધુર સુવાસ હતી,


પાનખર મહી ગુલશને,

ગુલ મોગરાની મહેકતી સોડમ હતી,


કૃષ્ણ તુજ વિણ વૃંદાવનમાં,

મઝધાર મેહુલે ઉષ્મા બેશુમાર હતી,


ગોવિંદ તુજ વિયોગે ધરા પર,

ગોપી નયનથી અશ્રુ સરિતા વહેતી હતી,


તું હતો તો આનંદ ઉમંગ,

ને હરખને સહર્ષ મંજૂરી અર્પી હતી,


તારી વિદાય બાદ કાનુડા,

વિતરાગને પણ અનુમતિ નથી દીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational