તારી રહેમત નું બખ્તર આપ જે.
તારી રહેમત નું બખ્તર આપ જે.
કોઈ ના આંસુ લૂછી શકું
એવી સમજણ આપજે
જીવનના રસ્તે કોઈની પીડામાં સહભાગી બનું
એવો અવસર આપજે
બસ માનવ અવતાર મળ્યો તો
સાર્થક કરી શકું એવું અંજળ આપજે
જીવનની કાંટાળી ડગર પાર કરવા
દુવાઓનું લાવ લશ્કર આપજે
નફરત ઈર્ષ્યા અદેખાઈ પીડાથી બચવા
તારી રહેમતનું બખ્તર આપજે
ક્યાં વૈભવી જીવન માગું છું
બસ તારી કૃપાનું આખું સરવર આપજે
