Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hiral Pathak Mehta

Romance

2.4  

Hiral Pathak Mehta

Romance

તારી લાગણી

તારી લાગણી

1 min
261


એ અફાટ સાગરના કિનારે....

ઢળતા સૂરજના સહારે....


ભીની રેતમાં હાથથી નામ લખું જ્યારે....

વીતેલી પળો નો સન્નાટો તૂટે....

જ્યારે આ સાગરમાં ભરતી સાથે ઓટ ભળે....


હવા સાથે એ લહેરો ફંગોળાય...

તારા હાસ્યનો ચિત્કાર નજર સામે દેખાય....


ખીલતા હોઠ પાછળની એ ઉદાસી વર્તાય....

જ્યારે આ સાગરની લહેરો હવામાં લહેરાય....


સૂરજ પણ સાથ છોડી ચાલ્યો જાય...

વાતાવરણમાં અંધકારનો ફેલાવો થાય....


એ અફાટ સાગરના કિનારે....

જ્યારે મુજ મનમાં તારી યાદ ઢોળાય...


એકલતામાં આમ જ સરી જવાય....

તારી લાગણીની હવાનો આમ સૂર રેલાય.


Rate this content
Log in