Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Romance

3  

Mahendra Rathod

Romance

તારાં પગલાં....

તારાં પગલાં....

1 min
2.0K



કેડીએ કેડીએ હું ગોતું રોજ તારાં પગલાં

ફૂંકાય વાયરાને રોજ ભૂંસાય તારાં પગલાં,


અમીટ નયનોને હરપળે થાય છે અજંપો

છીપે તરસ નયનની જ્યાં દેખાય તારાં પગલાં,


શબ્દ ફૂટે જીભથી તોય મુખથી હું અવાક

હૈયું કલરવ કરે જ્યાં સંભળાય તારાં પગલાં,


મોજા જેવી ઊર્મિઓ સમાઈ જાય દેખી તટ

અરમાનો ઉભરાય જ્યાં અથડાય તારાં પગલાં,


રણની રેત જેમ સરકી જાય તારા બંધનની દોર

બંધ લાગણીઓ ખીલે જ્યાં રણકાય તારાં પગલાં!



Rate this content
Log in

Similar gujarati poem from Romance