STORYMIRROR

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

તારા વિના

તારા વિના

1 min
247

મારે રડવું નથી તારી સામે,

હવે હસવું પણ ક્યાં આવે,

તારા વિના,


મારે યાદ નથી કરવું હવે,

હવે જોને ભૂલાતું પણ નથી,

તારા વિના,


મારે તને કંઈ કહેવું નથી,

હવે ચૂપ પણ ક્યાં રહેવાય છે,

તારા વિના,


મારે રહેવું નથી હવે તારી સાથે,

હવે જોને દૂર પણ ક્યાં રહેવાય છે,

તારા વિના,


મારી પાસે બધું તો છે તારી સિવાય,

હવે ક્યાંય પણ ક્યાં રહેવાય છે,

તારા વિના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance