STORYMIRROR

Kinjal Pandya

Classics Fantasy

5.0  

Kinjal Pandya

Classics Fantasy

તારા વિના શ્યામ

તારા વિના શ્યામ

1 min
1.1K



મારાથી નહીં રહેવાશે

કાના તારા વગર

ગોકુળ માં એકલું.

નહીં રહેવાશે..


મારાથી નહીં જીવાશે

કાના તારા વગર

ગોકુળ માં એકલું

નહીં જીવાશે...


પ્રેમ કરી ને મેં શું ગુનો કર્યો!!??

કે આમ એકલી મેલીને જાય મને

કાના,

આ વિરહ ની વેદના

નહીં જીરવાશે

કાના,

ગોકુળમાં એકલું

નહીં રહેવાશે...


તું તારી રુકમણી સંગ દિવસ ને રાત

વિતાવે,

મારી હાલત ન કહેવાશે

કાના,

ગોકુળમાં એકલું

નહીં રહેવાશે..


હું પૂછું આજે તને કાના,

મારા વિના તારી મોરલીના

સૂર રેલાશે, માધવ????

તારાથી મથુરા માં કેમ નું

જીવાશે???


મારા ઝાંઝર ના ઝણકાર વિના

તું કેમ નો રાસ રચાવશે, શ્યામ ???


વિશાળ બ્રિજવન માં

હું એકલી રહીશ

બસ,

તારો અવાજ ના સંભળાશે

કાના,

ગોકુળ માં એકલું

નહીં રહેવાશે..!



Rate this content
Log in

Similar gujarati poem from Classics