તારા વગર જીવન અંધકારભર્યું
તારા વગર જીવન અંધકારભર્યું
તારા વિના જીવન જાણે અંધકાર લાગે,
જેમ સંગીતના સૂર વિના મહેફિલ સૂનકાર લાગે,
તું મારા જીવનનો આધાર લાગે,
તારા વગર જીવન સાવ નિરાધાર લાગે,
તું છે તો જિંદગીનો કંઈક અર્થ છે,
તારા વગર જીવન સાવ નિરર્થક લાગે,
તારા વિના જીવન જાણે ભાર લાગે,
જાણે તુજ મારા જીવનનો સાર લાગે,
તારા વગર જીવન જાણે અમાસ લાગે
તારા સંગે અમાસ પણ પૂર્ણ ઉજાસ લાગે,
તારા વિના જાણે આ સૂનો સંસાર લાગે,
સંગે તારા આ સંસાર પણ મીઠો કંસાર લાગે.