STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Others

તારા સ્પર્શે સોનું બની ગઈ

તારા સ્પર્શે સોનું બની ગઈ

1 min
453

હતી હું લોખંડનો ટુકડો,

તારા સ્પર્શે હું સોનું બની ગઈ,


હતી હું રસ્તે રઝળતો પથ્થર,

તારા પ્રેમના સ્પર્શે મન મંદિરની મૂરત બની ગઈ,


હતો મારી કિંમત શૂન્ય જેવી,

એકડો બની આવ્યો તું

મૂલ્ય વધી ગયું મારું,


હતી સાવ હું કંગાળ

તારી પ્રેમની દોલત મળી ને હું ધનવાન બની ગઈ,


હતી હું તો કમનસીબ,

પણ સંગ તારો મળ્યો ને ભાગ્યવાન બની ગઈ,


હતી હું સાવ અણસમજુ,

પણ મળ્યો તારો સાથ તો સમજદાર બની ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance