તારા માટે અનન્ય પ્રેમ છે
તારા માટે અનન્ય પ્રેમ છે
તારી રગે રગમાં હું રક્ત બનીને ભળી જઈશ,
તારા હૈયાના ખૂણે ખૂણે હું તને જડી જઈશ.
તારા માટે બેહદ બેપનાહ ચાહત છે મને,
તારી આંખોમાં મારી તસવીર બનાવી જઈશ.
બેપનાહ ચાહતથી પાગલ કરી દઈશ તને,
છોડીશ દુનિયા ત્યારે તારી આંખો ભીંજવી જઈશ.
સાથ તારો જીવનભર હું નિભાવીને,
અનન્ય સોનેરી યાદોનો ખજાનો તને અર્પીને જઈશ.
મારા રુંહનો એક એક કતરો ચાહે છે તને,
હું પણ તને મારા રોમે રોમમાં વસાવી જઈશ.
જેમ ભળે સરિતા અનન્ય પ્રેમથી સાગરમાં,
એમ તને મારા રૂહમાં હું સમાવી જઈશ.

