STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

તારા કાજે

તારા કાજે

1 min
366

નિશિવાસર તડપે છે દિલ તારા કાજે,

અહોર્રાત એ ઝંખે છે દિલ તારા કાજે,


નથી સલામત છોને બખોલે લપાયેલ,

ક્ષણેક્ષણે એ ધબકે છે દિલ તારા કાજે,


રગેરગમાં ઊતરી ગઈ તારી યાદ પ્રિયે,

પામવા પોતાનાં વલખે છે દિલ તારા કાજે,


છોને હસ્તરેખામાં ના છૂપાઈ હો પ્રિયા,

હર ધબકારે સ્મરે છે દિલ તારા કાજે,


રોમેરોમે યાદ આજેય છે અકબંધ તારી,

મિલનની આશે મલકે છે દિલ તારા કાજે,


હવે તો શ્વાસસરગમે પણ નામ છે તારું,

એક પ્રસન્નરેખાથી છલકે છે દિલ તારા કાજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance