સ્વસ્તિક
સ્વસ્તિક
સાથિયાનું દરેક શુભ પ્રસંગમાં અનેરું સ્થાન હોય,
ક્યારેક હળદરનો પણ કુમકુમને સ્વસ્તિકમાં સાથ હોય,
શુભ પ્રસંગમાં ક્યારેક શ્રીફળ પર એનું સ્થાન હોય
ઘરના ઉંબરે રોજ એની કરવામાં આવતી પૂજા હોય,
સાથિયામાં અલગ અલગ રંગોની પૂરવણી થતી હોય,
દિવાળી કે તુલસી વિવાહ હોય તો સાથિયા તો અચૂક હોય,
જેમ રંગ વગર સાથિયો અધૂરો લાગતો હોય,
એમ શુભ પ્રસંગમાં સાથિયા વિના સૂનું લાગતું હોય.
