STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સ્વપ્નલોક

સ્વપ્નલોક

1 min
244

સ્વપ્નની દુનિયા, સમજની બહાર છે,

ઇચ્છો કે ના ઇચ્છો, સપના આવે ધોરી ધરાર છે,

અલૌકિક હોય છે સ્વપ્નની દુનિયા,

સપનાઓની માયા અપરંપાર છે.


સ્વપ્ન આવતા ઉંમરને અનુરૂપ હોય છે,

ક્યારેક રંગીન તો ક્યારેક કુરૂપ હોય છે,

અલૌકિક હોય છે સ્વપ્નની દુનિયા,

જીવન પણ એક સ્વપ્ન સ્વરૂપ હોય છે.


સાચા સ્વપ્ન એ નથી હોતા જે માત્ર ઊંઘમા આવે છે,

ડો. કલામે કહ્યુ એમ, સાચા સપના તો ઊંઘ ભગાવે છે,

અલૌકિક હોય છે સ્વપ્નની દુનિયા,

સાચા સપનાઓ તો મહેનતની અલખ જગાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational