સ્વાશ્રય
સ્વાશ્રય


ઉગવું પડે રોજ સૂરજને ઉગમણે,
કેમ ચાલે બેસી હાથ દઈને લમણે,
આપ મુવા વગર સ્વર્ગે ન જવાય,
બિન ચાવ્યે અમીરથી ના ખવાય,
આપ સમાન વિશ્વ મહીં બળ નહિ,
ને મેઘ સમાન શ્રુષ્ટિમાં જળ નહિ,
દિ' મથે ખેડુ તો વિઘો માંડ પવાય,
રઘુવીર રીઝે નવખંડ લીલો થાય,
આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા,
સ્વર્ગમાં ક્યાં ચાલે છે ખનખનિયા,
રહો જો આપ સુખી તો જગ સુખી,
આપ ભલા તો જગ ભલા સન્મુખી,
કરો તેવું પામો ને વાવો તેવું લણો,
કર્મ એજ ખરો ધર્મ સદાયે જાણો.
કર્મમાં કુશળતા એજ સાચો યોગ,
જાત મહેનત ઝિંદાબાદ ને નિરોગ,
સિદ્ધિ તેને જઈ વરે જે સ્વેદ નહાય,
એદી રહ્યે રહે કાયમ હાય ને લ્હાય,
ઊગવું પડે રોજ સૂરજને ઉગમણે,
અસ્ત પામે તોય ઉગે ચહેરે નમણે.