સૂર્યાસ્ત
સૂર્યાસ્ત


પશ્ચિમ ક્ષિતિજે સુંદર સિંદૂર સજી
સાંજ ઢળવાને જયારે વાર હજી
સંતાયો સવિતા સંધિકા ઓથે
છવાયું કાલિમા વસુંધરા માથે
ચમક્યા સિતારા નભ કેરી છતે
ઝબક્યો ચંદ્ર પૂર્વમાં ઓજ અછતે
શિશુ સહુ સુણે ગાથા બાના ખોળે
કરી વાળુ જન ગૃહમાં વળ્યા ટોળે
ક્ષુધા ક્ષુધિત જનની પ્રેમે ઠારતી
દાદી દાદા કરી સંધ્યા આરતી
સૂર્યાસ્ત તેજે પ્રકાશે પ્રભાત કરતા
ગ્રહ સર્વ સૂર્યને પ્રદક્ષિણા ફરતા
પશ્ચિમ ક્ષિતિજે સુંદર સજી સિંદૂર
ચાલ્યો ગયો આજ રવિ દૂર સુદૂર.