સૂર્ય પ્રભાત
સૂર્ય પ્રભાત
ઊગે સૂર્ય પ્રભાત શુકુન તણું કુમકુમ ભરી,
બાલ શા પ્રસન્ન મુખે પિતાનું વાત્સલ્ય હેત ધરી !
ભૂલી દુઃખો ને તીવ્ર કાલની અણગમતી વેળા સહુ,
નવપલ્લવિત થઈ ચેતનવંત ડગર ભરવા ફરી !
દુઃખ-સુખ, જય-પરાજયનું કાલ ચક્ર ચાલે યુગોથી,
પાપ-પુણ્ય ને શુભ-અશુભના કર્મ ફળોથી મળી !
જીવે વર્તમાનની ધરી પર મન સમતોલ રાખી,
પશુ પક્ષી નિસર્ગની જેમ ખુશીથી હળી મળી !
