STORYMIRROR

Heena Pandya (ખુશી)

Thriller

3  

Heena Pandya (ખુશી)

Thriller

સુનકાર છે

સુનકાર છે

1 min
588

આ નગરમાં જો હવે સુનકાર છે,

કોણ જાણે કેટલો ભણકાર છે,


ભાગ ભજવે છે ઘણોયે જીતમાં,

એ પ્રજાની ક્યાં અહીં દરકાર છે,


વોટ માટે આવશે નીચા નમી,

કેટલી નિષ્ઠુર બની સરકાર છે,


માંદગીમાં લોક સપડાયા કરે,

આ દવાખાના બધા ઉપકાર છે,


લાશ પણ ક્યાં બેસશે એ સ્થાન પર,

જ્યાં ટકી રહેવા "ખુશી" થડકાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller