STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

સુખનું સરનામું

સુખનું સરનામું

1 min
309

ચંદાની ચાંદનીમાં શોધું સુખનું સરનામું, 

મહેકતાં ફૂલોમાં શોધું સુખનું સરનામું. 


ઊગતાં સૂરજનાં કિરણોમાં શોધું સુખનું સરનામું, 

વહેતી નદીનાં જળમાં શોધું સુખનું સરનામું. 


ઘૂઘવતાં દરિયામાં શોધું સુખનું સરનામું, 

સંગીતની સરગમમાં શોધું સુખનું સરનામું. 


નૃત્યનાં તાલમાં શોધું સુખનું સરનામું, 

રાગની રાગીણીઓમાં શોધું સુખનું સરનામું. 


પડઘાતાં પહાડોમાં શોધું સુખનું સરનામું, 

પવનનાં સરવરાટમાં શોધું સુખનું સરનામું. 


રણનાં મૃગજળમાં શોધું સુખનું સરનામું, 

જંગલની કડીઓમાં શોધું સુખનું સરનામું. 


ગુફાની મધ્યમાં શોધું સુખનું સરનામું, 

પ્રિતમની ચાહતમાં શોધું સુખનું સરનામું. 


લાગણીઓનાં વહેણમાં શોધું સુખનું સરનામું, 

શ્વાસની સરગમમાં શોધું સુખનું સરનામું. 


"સખી" સારીયે કાયનાતમાં શોધું સુખનું સરનામું, 

મારી જ અંદર ખળભળી રહેલું સુખનું સરનામું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational