STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4.7  

Parulben Trivedi

Inspirational

સુખની તલાશ

સુખની તલાશ

1 min
22.9K


હરેક પળોના વહેતા તબક્કાએ,

સુખના દિવસો ચાલ્યા ગયા,

પાણી વહેતા પાળ ન બાંધી,

નાહકના દિનો ગુમાવતા ગયા !


સિકંદરે જીત્યા અનેક રાજપાટ,

તોયે ન મળી શાંતિ હ્રદયમાં,

મળ્યો એક મહાત્માનો સંગ,

થઈ જાણ સાચા સુખની હ્રદયમાં !


ફેરવજો મારા મૃતદેહને આખા,

રાજ્યમાં ખુલ્લા હાથે,

ઘણું મેળવ્યું પણ કાંઈ ન મળ્યું,

અંતે મર્યો ખાલીહાથે !


આમ કહી વખણાયો સિકંદર,

ઈતિહાસમાં આજે,

શીખવી ગયો એ જીવનનો,

સાર સાથે !


વધુ લોભે ન જીવન ગ

ુમાવશો,

મળેલ સુખને સુખેથી  સજાવો,

આ ક્ષણભંગુર જીવનમાં,

આંસુઓ સૌનાં લૂછતા જાવો.


ને એનેજ સુખની તલાશસમજી,

પ્રેમે સદા વધાવતા જાવો,

પરમાથૅના કામ કરતા,

સૌનાં દુ:ખડા કાપતા જાવો.


હર્ષે નિ:સ્વાર્થે સેવા કરતા,

માનવ જન્મને મહેંકાવતા  જાવો,

મોતનાં નગારા માથે વાગે, તે પહેલાં,

રીઝવી જાણો અંતરાત્માને.


અક્ષયપાત્ર બની સુખને છલકાવે,

નમન એવા અંતરાત્માને,

જેમાં ન રહે કોઈ સુખની તલાશ,

બસ સવૅત્ર એકજ, બ્રહ્માકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational