સુખી પરિવાર
સુખી પરિવાર
ઝૂંપડી લાગે
મહેલ, જ્યાં મળે
પ્રેમને હૂંફ.
ઉદાસી પણ
આવતા અચકાય
જ્યાં સાથ સૌનો.
હળી મળીને
રહે, એકબીજાનું
સાચવે માન.
આંધી તોફાન
દૂર રહે, જ્યાં સૌ
સાથમાં રહે.
જીવન જંગ
જીતી શકાય, હોય
જો સૌનો સાથ.
છે સાત વાર
પરિવાર છે આઠમો
ઉજવો એને.
હિંમત મળે
પાર પડે ધ્યેય રે,
સફળ બને.
મગજ નહિ
દિલનું સાંભળો રે
મળશે સુખ.
