સત્ય એટલે ઈશ્વર
સત્ય એટલે ઈશ્વર
સત્ય એટલે ઈશ્વર કે
ઈશ્વર એટલે સત્ય ?
ને સત્ય તો કયું સત્ય ?
ને ઈશ્વર તો કોણ ઈશ્વર ?
ઈશ્વર અનુભૂતિ વિષય કે
પ્રત્યક્ષ દર્શનનું સ્વરૂપ ?
કેવી અનુભૂતિ ને ઇશ્વરાનુભૂતિ કહેવી ?
ને કેવા સ્વરૂપને ઈશ્વર દર્શન માનવું ?
ઈશ્વર ક્યાં ક્યાં છે ? ઈશ્વર બધે જ છે ?
તો સકળ બ્રહ્માંડ ઈશ્વરમય કહેવાય ને ?
તો મંદિર કે મસ્જિદ કે ચર્ચ કે ગુરુદ્વારમાં
જ છે ઈશ્વર એવું કેમ મનાય ?
"ઈશ્વર" ને પણ આ નામ કોને આપ્યું ?
ને ઈશ્વરને ગમ્યું નામ પૂછ્યું કોઈએ ?
કે પછી સૌ સ્વમતિ પ્રમાણે દોર્યો ઈશ્વર !
ને એટલે જ હજાર સ્વરૂપોનો થયો ઈશ્વર ?
