સ્ત્રી.
સ્ત્રી.
બહારથી નારિયેળના કોચલા જેવી
કડક દેખાતી સ્ત્રી ભીતરથી સાવ નરમ
કઈ કેટલાય સપનાઓ છુપાવે હદય ભીતર
કઈ કેટલાય આંસુઓ છુપાવે પાલવ પાછળ
બહારથી સલામત ભીતર કઈ ખંડિયેર જેવું
પરિવારની ઈજ્જતના રખોપાં ખાતર
કઈ કેટલુંય મનની છાજલી મા છુપાવે
બધાની 'હા'માં 'હા' મેળવી
પોતાના જ સપનાઓને તોડતી
ભીતર આંસુ ઓનો દરિયો ખળભળે
તોય બહારથી કેવું મંદ મંદ હસતી
આ ધરતી જેવી સ્ત્રી હદયની ધરા ખોદિયે
તો મળે નિરાશાના અવશેષો ઘણા
તૂટેલા સપનાઓના કાટમાળ મળે
હૈયે દાબેલી પીડાઓના અવશેષો મળે
શું એની પીડાઓનો કોઈ ઉકેલ હશે ?