સ્ત્રી
સ્ત્રી
છે અલગ એ દુનિયાથી
એટલે જ એની બદનામી થાય છે,
એક જગ્યાએ મંદિરમાં પૂજાય છે,
ને બીજે બળાત્કાર થાય છે,
છે સમાજ એની વિરુધ્ધ,
છતાં એ સમાજમાં જીવી જાય છે,
માં બાપ, છોકરા, પતિ ખાતર,
જેમ તેમ જિંદગી કાઢી જાય છે,
નથી આદર, નથી માન છતાં,
હસતા મોઢે દેખાય છે,
બધા ને સંભાળી ખુદ,
એકલી રહી જાય છે,
ના કોઈની તારીફ, ના કોઈની વાહ વાહ
છતાં એ બીજાની તારીફ કરતી જાય છે,
છે તો ઘણું એના મનમાં છતાં,
બધું મનમાં જ દબાવી જાય છે,
સ્ત્રી પુરુષ ના ભેદમાં દર વખતે,
પોતે નીચે રહી જાય છે,
એ દોસ્ત એટલે જ તો એને
સ્ત્રી કહેવાય છે.
