સ્ત્રી અને ધરતી બંને સરખા
સ્ત્રી અને ધરતી બંને સરખા


સ્ત્રી અને ધરતી બંને સરખા,
બંને સુંદરતાનું પ્રતીક,
બંનેને શણગારનો શોખ,
નારીને ગમે અલગ અલગ વસ્ત્ર પરિધાન,
ધરતી પણ કરે રંગબેરંગી ફૂલોથી વસ્ત્ર પરિધાન,
નથણી, બાલી, ઝૂમખા, કંગન, પાયલ
એ છે સ્ત્રીના આભૂષણ,
નદી, સરોવર, ઝરણાં, ફૂલો, પર્વત
એ છે ધરતીના આભૂષણ,
બંને સહનશીલ,
બીજા માટે જીવે,
બંને બલિદાન આપે,
ધરતી આપે ફૂલ ફળ અનાજ,
સ્ત્રી આપે સંતો, મહંતો, નેતા, અભિનેતાને તત્વચિંતકની ભેટ,
આભૂષણોથી બંને સોહાય,
લોકોના મન લલચાય,
બંને આપે બલિદાન,
એક આપે પરિવારને કાજ,
બીજું આપે સમસ્ત માનવને કાજ,
બંનેને આભૂષણોનો શોખ બેહિસાબ,
બંનેનો ત્યાગ બેમિસાલ.