સતના નામે
સતના નામે
સતના નામે જજના હાથે,
જૂઠ્ઠું-જૂઠ્ઠું તરકટ જોયું.
પૈસા માટે જાતો વેચે,
એવું માનવ હલકટ જોયું.
લજ્જા ભૂલી તન-તન કૂદે,
એવું ભોગી મરકટ જોયું.
પ્યાર પૈસા નામે દિલનું,
હસવું, ગાવું બરછટ જોયું.
પદ, મોભા માટે માણસનું,
વેચાવાનું રમઝટ જોયું.
રોજે સતના મારણ માટે,
દુનિયાનું મેં છટપટ જોયું.
સાજે દ્વારો ભેગા થ્યા તો,
આખા દનનું ખટપટ જોયું.