STORYMIRROR

Kalpesh Patel

Inspirational

4  

Kalpesh Patel

Inspirational

ષષ્ટમ અમૃતબિંદુ

ષષ્ટમ અમૃતબિંદુ

1 min
456

ભક્તિ ફેરીનું ચડ્યુ આજ તાન,

ઢોલ પીટીને કરવાનો છું દાન,


છાપા છાપશે ફોટા પહેલે પાન,

દુખીયારા શોધે બંધ આખ કાન,


અમારાં, મારાં હવે પામશે માન  

એરણ તફડાવી કરીશ સોય દાન,


વિચારી થાશે અમાપ ગુણગાન 

મૂકી માળા સ્વાર્થની કહે ખાન,


બાળશે પાપ મન તું હવે જાન

માહ્યલો પોકારે ન-કર કોઈ તાન,


ભૂલ ઠાલી ભક્તિને રાખી તું ભાન

ભક્તિ ફેરીનું ખોટું છે તારું તાન.


વિચાર વિસ્તાર :- આજનો માણસ બે કારણોથી ભગવાનની ભક્તિ કે દાન ધર્મ કરે છે (૧) ભય અથવા ડરને લીધે (૨) પ્રલોભન અથવા લાલચને લીધે, માણસના જીવનમાં આર્થિક, શારીરિક, સામાજિક કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય એટલે બીકનો માર્યો ભગવાનનાં ચરણમાં માથું ટેકવવા માટે દોડી જાય છે અને બીજું ધંધો, નોકરી, પરીક્ષા કે બીજી કોઈપણ સફળતાની લાલચમાં તે ઈશ્વર પાસે પહોંચી જાય છે, ઈશ્વર અથવા  દાન ધરમના નાટકને આશરે બેસી જાય છે કારણ એને ભયથી દૂર ભાગવું છે અથવા ભોગની નજીક પહોંચવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational