STORYMIRROR

Bharat Darji Aabhas

Inspirational

3  

Bharat Darji Aabhas

Inspirational

સરનામું

સરનામું

1 min
14.2K


*આગળને પાછળ સરનામું,*

*છે તારો કાગળ સરનામું.*

તૃષ્ણા હો ત્યજવી દિલથી તો,

વરસાદી વાદળ સરનામું.

કાગળ પર શબ્દો ઉતરે છે ,

હૈયાની કાસળ સરનામું.

ભટકી જાશે મંઝિલ પ્હોંચી,

શંકાનું અટકળ સરનામું.

રાત પડે ને આંખો વરસે,

જળનું છે ઝાકળ સરનામું.

ભટકો તો જોજો પગલાને,

રણ વચ્ચે મૃગજળ સરનામું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational