Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-ર૮.

સરદારનું ગીત-ર૮.

1 min
689


હૈડિયા વેરો-ર (ઈ.સ. ૧૯ર૩)


બોરસદે સભા રાખી, લોકો ભેગા કરાય રે;

એમાં વલ્લભભાઈનું, આવું ભાષણ થાય રે.

લડતનો કરી લેવો, ગંભીર થૈ’ વિચાર રે;

લડતને કરી ચાલુ, ઝૂકવું ન લગાર રે.


બેત્રણ રૂપિયાની તો, નથી કોઈ વિસાત રે;

લૂંટારાના કહે સાથી, એ સહાય ન વાત રે.

અન્યાયી દંડ આવો આ, કદીયે ન ભરાય રે;

જુલ્મો સામે થશું ત્યારે, આપણી જીત થાય રે.


મક્કમ લડવા છીએ, લોકો આપે જવાબ રે;

સરકારી તુમાખીનો, આપવો છે હિસાબ રે.

સુણી નિર્ણય લોકોનો, ગુસ્સે થૈ સરકાર રે;

જપ્તીના હુકમો તેણે, પાડી દીધા બહાર રે.


ભેંસો લૂંટાય કોઈની, કોઈનો લોટ શેર રે;

કોઈનાં તેલ-ઘી લૂંટી, કરે લીલાલહેર રે.

નારીનાં કડલાં લૂંટી, કરે દંડ વસૂલ રે;

દંડ દેવા છતાં લોકો, થયા નહિ કબૂલ રે.


જપ્તી માટે મુખી પોતે, જરા દેતા ન સાથ રે;

બની ગયેલ સાહેબો, વિના સાથ અનાથ રે.

નિષ્ફળ બનતાં જપ્તી, નવો દાવ રમાય રે;

જમીન ખાલસા માટે, નોટિસો બજવાય રે.


ડરથી ન થયા લોકો, વિચલિત જરાય રે;

બરબાદ થયા તોયે, હસતે મુખ ગાય રે.

હોમ મેમ્બર આવીને, આદરે છે તપાસ રે;

ને રજૂઆત લોકોની, લેવા લાગેલ ખાસ રે.


પોલીસની ગઈ ખુલ્લી, ખૂબ ઢાંકેલ પોલ રે;

આજ સુધી વગાડેલ, જૂઠના ખૂબ ઢોલ રે.

સરકારે કરી લીધો, ભૂલનો એકરાર રે;

દંડ ખેંચી લઈ પાછો, બની સમજદાર રે.


**

આપીને આકરો ભોગ, પ્રજાએ જીત મેળવી;

ભૂલી હવે બધા દોષ, જીતને છે પચાવવી.

(ક્રમશ:)



Rate this content
Log in

Similar gujarati poem from Classics