Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-પ૯.

સરદારનું ગીત-પ૯.

1 min
594


હરિપુરા-કામગીરી (ઈ.સ. ૧૯૩૮)


આ કોંગ્રેસે થયા ખૂબ, મહત્ત્વના ઠરાવ રે;

દેશી રાજ્યો લઈ આવ્યાં, મદદનો સુઝાવ રે.

કચેરી હદમાં એની, નખાય ન નખાય રે;

મદદ કરવી કે નૈ, એવો વિચાર થાય રે.


નક્કી ઘણું વિચારીને, એક વાત કરાય રે;

સમય પાકશે ત્યારે, એને મદદ થાય રે.

કાર્યકર્તા કરે ત્યાંની, પ્રજાને પ્રાણવાન રે;

ફરજ છે પહેલી એ, ગણાશે એ મહાન રે.


તોયે કોંગ્રેસની માગે, દેશી રાજ્યો સહાય રે;

આજીજી સાંભળી એની, ઠરાવ આ કરાય રે.

સંસ્થાઓ પર આદેશ, કોંગ્રેસનો રખાય રે;

કોંગ્રેસ સૂચના આપે, એવાં જ કામ થાય રે.


કોંગ્રેસની દશા સ્પષ્ટ, કરતાં સરદાર રે;

પ્રજાને લાવવાની છે, ગુલામીથી બહાર રે.

બીજો પ્રશ્ન કિસાનોનો, સામે આવી ગયેલ રે;

કોંગ્રેસનાં વિરોધી થૈ, મંડળો ત્યાં બનેલ રે.


ઠરાવ નીતિનો આવી, કોંગ્રેસમાં થયેલ રે;

વિરોધી નીતિ તેઓને, ન કરવા કહેલ રે.

કેદીઓ તરફી વાતે, ગરમી પકડેલ રે;

ન થતાં વચનો પૂરાં, રાજીનામાં થયેલ રે.


લાવેલ વિગતો સાથે, ઠરાવ સરદાર રે;

કહ્યું વિના સુધારાએ, થવા દેવા પસાર રે.

ગવર્નર ગયા માની, કેદી મુકત કરાય રે;

મળે સફળતા એવી, મોટી આશા રખાય રે.


થાય લવિંગનો ત્યાગ, એવો ઠરાવ થાય રે;

ને ઝાંઝીબારમાં તો જ, ન્યાય લઈ શકાય રે.

થૈ જતાં શરતો પૂરી, લડત બંધ થાય રે;

સરદારે કહી દેતાં, ત્યાગ દૂર કરાય રે.


**

પૂરી થયેલ કોંગ્રેસ, માણસો હાલતા થયા;

ને સરદાર તેઓનો, આભાર માનતા ગયા.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics