સરદારનું ગીત-પ૭.
સરદારનું ગીત-પ૭.
આક્ષોપખંડન (ઈ.સ. ૧૯૩૭)
એ બહાદુર સાહેબે, શરૂ કરી તપાસ રે;
લાગેલ શોધવા તેઓ, પુરાવા આસપાસ રે.
તેઓ લાવેલ તેમાંથી, એક વાત બહાર રે;
નેતા માટે હતા નક્કી, ખેર કે સરદાર રે.
સરદાર ન માને તો, ખેર પસંદ થાય રે;
ને નરીમાનનું નામ, હતું નહિ જરાય રે.
બાર માર્ચે નરીમાન, હાજર ન રહેલ રે;
તેથી તેના અહેવાલો, જૂઠ્ઠ સાથે થયેલ રે.
હાજરના પુરાવા જ, સાચા ગણી શકાય રે;
ગેરહાજરની વાતો, કેમ કરી મનાય રે?
હતી બહુમતી પૂરી, ખેર ચૂંટાય જાય રે;
તો સરદારનું એમાં, દબાણ કયાં ગણાય રે.
જોઈ બધી દલીલોને, ફેસલાઓ અપાય રે;
પૂરી રીતે નરીમાન, દોષી જાહેર થાય રે.
તેણે કરેલ આક્ષોપો, પુરવાર ન થાય રે;
ને સરદારને તેથી, બિનદોષી ગણાય રે.
ગાંધીજી ફેસલાને આ, આપે છે આવકાર રે;
ફેસલાને લક્ષી પાડયું, નિવેદન બહાર રે.
નિવેદન નરીમાને, વાંચ્યું વિગતવાર રે;
કર્યો સ્વીકાર તેઓએ, કરી પૂરો વિચાર રે.
લોકો સામે પછી કર્યો, તેમનો એકરાર રે;
ચોત્રીસે ચૂંટણીમાં હું, રહ્યો બેદરકાર રે.
આક્ષોપો સાડત્રીસે મેં, કર્યા વિના વિચાર રે;
જેથી દુ:ખી કરેલા મેં, મિત્ર-સા સરદાર રે.
થયેલ ભૂલનો મારી, મને થયેલ ખેદ રે;
સેવા કરીશ લોકોની, રાખ્યા વગર ભેદ રે.
પરંતુ આ નરીમાન, તરત બદલેલ રે;
ને કહે મેં પરાણે જ, એકરાર કરેલ રે.
**
ને સરદારને હર્ષ, ફેસલાથી થઈ ગયો;
ફરિયાદ કશી નો’તી, સંતોષ પૂરતો થયો.
(ક્રમશ)
