Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૮ર.

સરદારનું ગીત-૮ર.

1 min
698


ગાંધી હત્યા (ઈ.સ. ૧૯૪૮)


જાન્યુ.માં આદરી દીધા, ગાંધીએ ઉપવાસ રે;

લોકોનો બદલે ભાવ, એવો વિચાર ખાસ રે.

મુસલમાનને કોઈ, હેરાન ન કરાય રે;

ને સરકારનું તેમાં, વલણ બદલાય રે.


હિંદુ-મુસ્લિમ વચ્ચે, બંધાય સહકાર રે;

આ વાત પર ગાંધીએ, ખાસ મૂકેલ ભાર રે.

લોકોની નજરે થાય, દોષિત સરદાર રે;

કાવતરાં કરી પાડે, અહેવાલો બહાર રે.


સરદાર વિશે ગાંધી, શંકામાં ન રહેલ રે;

કરી જાહેર તેઓએ, આક્ષોપો ફગવેલ રે.

સરદાર ઘણા ત્યારે, વ્યવસ્થામાં પડેલ રે;

તેઓના મનમાં કોઈ, ભેદ નો’તો રહેલ રે.


મોટું કામ થયું પૂરું, ને કંટાળી જવાય રે;

રાજકારણને છોડું, એવો વિચાર થાય રે.

ગાંધીનું એ જ ટાણાએ, ખૂન થઈ ગયેલ રે;

ને સરદાર આઘાતે, નીચે ઢળી પડેલ રે.


ઘણો સમય બેભાન, તેઓ પડી રહેલ રે;

લાવવા ભાનમાં બીજાં, કામે લાગી ગયેલ રે.

આવેલ ભાનમાં જ્યારે, ત્યારે એવું કહેલ રે;

ગુરુ પાસે જતાં કોણ, મને રોકી પડેલ રે.


જંજાળ છોડવા માટે, મન કરે વિચાર રે;

માઉન્ટ બેટને એનો, પામેલ અણસાર રે.

ઈચ્છા અંતિમ ગાંધીની, જૈ રજૂ કરનાર રે;

કે હવે રે’ બની એક, નહેરૂ-સરદાર રે.


સાંભળી વાત બંને ત્યાં, ભેટેલ એકમેક રે;

અંતરાયો થયા દૂર, સાચે બનેલ એક રે.

સાથે મળી કરે તેઓ, દેશનાં ખૂબ કામ રે;

તંગદિલી કરે શાંત, આરામનું ન નામ રે.


**

તેઓનાં કામ માટેની, ઘણી ઉપાધિઓ મળે;

ને અભિમાનનો તોયે, સૂર જરા ન નીકળે.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics