Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Classics Inspirational

4.9  

'Sagar' Ramolia

Classics Inspirational

સરદારનું ગીત-૬ર.

સરદારનું ગીત-૬ર.

1 min
677


રાજ્યજંગમાં-ર (ઈ.સ. ૧૯૩૮/’૩૯)


વડોદરા ગણાતું’તું, પ્રગતિશીલ રાજ રે;

પ્રજામંડળથી થાય, તેમનું કામ-કાજ રે.

પ્રજામંડળમાં બન્યા, પ્રમુખ સરદાર રે;

મંડળનું ગયું કામ, શહેરની બહાર રે.


રાજ્યથી આટલી વાત, સહન ન થયેલ રે;

છાપાંઓ ઓકવા લાગ્યાં, ઝેર નિંદા ભરેલ રે.

ગુંડા રાખી સભાઓમાં, પથ્થરાઓ નખાય રે;

સભાઓ ન થવા દેતા, જ્યાં સરદાર જાય રે.


વધતાં ખૂબ તોફાનો, શરૂ તપાસ થાય રે;

સંકેલાઈ ગયું ભીનું, જંગ માંડી વળાય રે.

લીમડી રાજમાં વેરા ઢગલાબંધ થાય રે;

છતાંયે ધ્યાન લોકોનું, જરાયે ન રખાય રે.


પ્રજામંડળનાં કામ, સહે ન યુવરાજ રે;

આવે જાગૃતિ લોકોમાં, સુધરતો સમાજ રે.

આ બધું રોકવા માટે, ગુંડાઓ નોતરેલ રે;

રાજમાં કારણે તેનાં, તોફાનો વકરેલ રે.


લૂંટ-માર અને ગોળી, કાળ થૈ વરસેલ રે;

અનેકને કરી ઈજા, માલ લૂંટી ગયેલ રે.

આપીને શીખ લોકોને, જગાડે સરદાર રે;

બહિષ્કાર કરી લેવા, બનેલા કર્ણધાર રે.


ભાવનગરની વાત, કંઈ જુદી રહેલ રે;

પ્રજામંડળના નેતા, સરદાર બનેલ રે.

સ્વાગત કરવા માટે, જુલૂસ નીકળેલ રે;

થોડા મુસ્લિમ લોકોએ, ત્યાં હુમલો કરેલ રે.


તેઓના હુમલાઓથી, બે માણસો મરેલ રે;

અન્ય મુસ્લિમને ખેદ, તેના લીધે થયેલ રે.

સરદારે કરી દીધા, લોકોને સાવધાન રે;

તેઓના સૂચને લોકો, થયા હિમ્મતવાન રે.


**

ત્રણેક વાર આવેલ, જોખમ જીવનાં ફરી;

બચી ગયા બધે તેઓ, ભગવાને રક્ષા કરી.

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati poem from Classics