STORYMIRROR

Harshida Dipak

Drama Fantasy

3  

Harshida Dipak

Drama Fantasy

' સપનાની છાની વાત '

' સપનાની છાની વાત '

1 min
27.8K


વહેતા ઝરણાંની ધારાએ વહેતી'તી મધરાત,

અધરાતે મધરાતે ઝબકી એક અનોખી ભાત,

કેવી ખીલી છે આ રાત ....!

સપનાની છાની વાત ....!


આખે આખા આભલિયામાં દીવડા ઝગમગ થાતાં,

એ દિવડાનાં તેજપુંજમાં રૂપ નવાં ઘુમરાતાં,

મીઠાં કિરણોની રેલાતી મળતી'તી સોગાત .....!

કેવી ખીલી છે આ રાત ....!

સપનાની છાની વાત ....!


રૂ નો ઢગલો સમજી હું તો વાદળમાં વીંટાણી,

મેઘધનુની સાડી ઓઢી રંગોમાં રેલાણી

સોળ કળાએ ઉઘડી જાણે મહેકેલી આ જાત .....!

કેવી ખીલી છે આ રાત ....!

સપનાની છાની વાત ....!


Rate this content
Log in

Similar gujarati poem from Drama