સફળતાનું મેઘધનુષ
સફળતાનું મેઘધનુષ
વહાવશે જયારે તું પ્રસ્વેદ,
જણાશે ત્યારે જ સઘળાભેદ.
ઘડિયાળની ટકટકને સંગીત જાણી,
રાતોનાં ઉજાગરાને વ્હાલથી તું તેડ.
મોજશોખ બધા અભરાઈએ મૂકી,
પામી સફળતા રહેશે ન કોઈ ખેદ.
ઉંમરનાં બંધનો સઘળા દે તોડી,
મુક્ત બન જે રચી છે આળસની કેદ.
મહેનતનાં સૂર્યે તપી, વાદળ સમ બની,
વરસસે સફળતા, ઊગશે સપ્તરંગી મેઘ.
