STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational

3  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational

સફળતાની રાહમાં

સફળતાની રાહમાં

1 min
218

રહું છું શાંત હું જેટલો આ જગતમાં

એવો જ એક દિ મચશે હાહાકાર સર્વમાં,


સાહસનું એક એક પગથિયું ચડીને મેં,

સીડી બનાવી છે મજબૂત આ સફળતાની,


કોક દિ' જમ્યા તો કોક દિ' ભૂખ્યા સૂઈ રહ્યા,

તલબ આ નામનાની મુજમાં જાગી જ્યારથી, 


નથી દેખાતી રાત કે દિવસનો એ તાપ, તડકો,

કર્યા કરું મથામણ બનાવવા રાહ કારકિર્દીની,


આભને આંબવા ઊડવું પડે છે એકલું સર્વથી,

લાખ ફફડાવી પાંખ, તોય કરું સાહસ ઊડવાનો,


 કોક દિ' તરસ્યા તો કોક દિ' પીધા ટીપાં પરસેવાના,

ઉકાળ્યું છે લોહી, લાગ્યો જ્યારથી રંગ સમૃદ્ધિનો,


હજારો બંધનોએ બાંધ્યો છે અડચણો બની રાહમાં,

તોય "પ્રવાહ" હું વહેતો રહ્યો છું બસ સફળ થવા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational