STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational Others

4  

Jagruti rathod "krushna"

Inspirational Others

સફળતાને આવવું પડે

સફળતાને આવવું પડે

1 min
232

ઘડવું જો ઉચ્ચ પ્રારબ્ધ, પુરુષાર્થ કરવો પડે,

ઈમારત ચણતા પહેલા પાયો પાક્કો કરવો પડે,


વર્તમાનરૂપી લોહને પરિશ્રમનાં પારસમણિથી,

ઉજ્જવળ ભાવી કાજે મહેનતથી ઘસવો પડે,


હાથોની લકીર પણ ઝળકી ઊઠશે વીજ સમ,

મન ઉત્સાહીને મેઘધનુષી સાતે રંગે રંગવું પડે,


સુખ-દુઃખ, તડકો-છાંયો, સંઘર્ષ અને સાહસ,

પરિસ્થિતિ છોને હો કોઈ પાર તો ઉતરવું પડે,


હોય લક્ષ્ય નક્કી અને કર્યો હો અડગ નિર્ધાર,

સફળતાને ખુદ દ્વાર ખખડાવી આવવું જ પડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational